અંજાર: અંજારમાં વેપારી અને પરિવારના બેન્ક ખાતામાંથી રૂા. 6.52 લાખ સેરવાયા
Anjar, Kutch | May 14, 2026 અંજારમાં બિલ્ડિંગ મટિરિયલનો વ્યવસાય કરતા વેપારી અને તેમના ભાભીના બેંક ખાતાંમાંથી સાયબર ગઠિયાઓએ કોઇપણ રીતે રૂા. 6,52,176 બારોબાર ઉપાડી લીધા હતા. ફરિયાદીએ કોઇને કોઇ ઓ.ટી.પી. કે નેટ બેંકિંગના આઇ.ડી.-પાસવર્ડ આપ્યા નથી છતાં તેમના ખાતાંમાંથી બારોબાર પૈસા કેમ ઊપડી ગયા તે અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.