અંજાર: સંઘડ તાલુકા પંચાયત અને ખેડોઇ જિલ્લા પંચાયતનુ ભૂતકાળમાં સંવેદનશીલ ગણાતા બુથ પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ
Anjar, Kutch | Apr 26, 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સંઘડ તાલુકા પંચાયત તેમજ ખેડોઇ જિલ્લા પંચાયત વિસ્તારમાં આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું. વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન મથકો પર મતદારોની અવરજવર ચાલુ રહી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્ર સતર્ક રહ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ વિના મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં તંત્રએ સંતોષ વ્યક્ત કર્યો હતો