ખંભાત: કાણીસામાં મંદિરના કુંડમાં પડેલા આધેડનું મોત નીપજ્યું.
Khambhat, Anand | Apr 29, 2026 ખંભાતના કાણીસામાં મંદિરના કુંડમાં પડેલા આધેડનું મોત નીપજ્યું હતું. ખંભાતના ઉંદેલ સ્થિત અંબિકા શેરી પાસે રહેતા 68 વર્ષીય ચંદ્રકાન્તભાઈ ઉર્ફે ચંદુભાઈ ઠાકોરભાઈ પટેલ કાણીસા ગામે આવેલા કામનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે કુંડમાં પગ લપસતા તેઓ કુંડમાં ખાબક્યા હતા. કુંડમાં પાણી હોઈ ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.આ અંગે કાણીસામાં રહેતા હિમાંશુ ભાઈલાલની ફરિયાદના આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.