અંજાર: બસની છેલ્લી સીટ પર બેઠેલા શિક્ષણ મંત્રી અને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જીત્યા લોકોના દિલ
Anjar, Kutch | Jun 4, 2026 ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી અને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની સાદગીનો એક વધુ પ્રસંગ ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય મુસાફરોની જેમ બસની છેલ્લી સીટ પર મુસાફરી કરતા મંત્રીને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.કોઈ વિશેષ પ્રોટોકોલ કે આગવી વ્યવસ્થા વગર સામાન્ય નાગરિકની જેમ કરેલી મુસાફરીએ તેમની સરળતા અને જમીન સાથે જોડાયેલા વ્યક્તિત્વની ઝાંખી કરાવી હતી.