જાંબુઘોડા: જાંબુઘોડામાં સાઇબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારને ગુમાવેલી રકમ પરત અપાવી જાંબુઘોડા પોલીસે સરાહનીય કામગીરી કરી
પ્રાપ્ત વિગતો મુજબ મનહરભાઈ ભીલ છ મહિના પહેલા સાઇબર ઠગાઈનો શિકાર બન્યા હતા.જેમાં સાઇબર ઠગો એ અંદાજિત 3,50,000 જેટલી રકમ અજાણ્યા સાઇબર ઠગોએ તેમના બેંક ખાતામાંથી ઉપાડી લીધી હતી.જેમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં 52,000 ફ્રીઝ થયાં હતા ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી ભોગ બનનારને રૂ.52 હજારની રકમ તેમના ખાતામાં પરત અપાવવામાં સફળતા મળી હતી.