ગાંધીનગર ભાટ પાસે આવેલ નારાયણી હોટેલ પાસે કચરા માં આગની ઘટના સામે આવી છે. ગાંધીનગર ફાયર વિભાગને કોલ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવા ની કામગીરી કરી હતી. પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર કોઈ પણ જાન હાનિ થઈ નથી. હાલ સમગ્ર કામગીરીમાં ફાયરના કર્મચારીઓ એ સારી કામગીરી કરી છે.