ગાંધીધામ: જિલ્લા તથા સિટી ટ્રાફિક પોલીસ અને જાયન્ટ ઈફ્કો સહેલીના સંયુક્ત ઉપક્રમે રાહદારીઓ માટે છાશ વિતરણ કાર્યક્રમ
ગરમીના વધતા પ્રકોપ વચ્ચે રાહદારીઓ અને વાહનચાલકોને રાહત મળે તે હેતુસર જયન્ટ ગ્રુપ ઓફ ઈફ્કો સહેલી તથા પૂર્વ કચ્છ જિલ્લા અને સિટી ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આજે ઓસ્લો સર્કલ ખાતે છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક લોકોએ ઠંડી છાશનો લાભ લીધો હતો. આયોજકો દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને તાજગી અને આરોગ્યપ્રદ પીણું ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.