અંજાર: હાઇવે પર એસ.ટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, ૩ થી ૪ મુસાફરોને ઇજા
Anjar, Kutch | May 15, 2026 આદિપુર-અંજાર હાઇવે પર આજે બપોરે એસ.ટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, હાઇવે પર આગળ જઈ રહેલા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી એસ.ટી બસના ડ્રાઈવરે બસને બચાવવા સ્ટીયરિંગ વાળ્યું હતું. જેના કારણે બસ કાબૂ ગુમાવી ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.બસમાં સવાર અંદાજે ૩ થી ૪ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદ્નસીબે જાનહાનિ ના કોઈ સમાચાર નથી.