ખંભાત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 'AAP' મેદાને, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર
ખંભાતમાં આપના ઉમેદવારો જાહેર કરાયા છે.નગરા જિલ્લા પંચાયત બેઠક પર પુષ્પાબેન કમલેશભાઈ રાઠોડ, વટાદરા જિલ્લા પંચાયતરાજુસિંહ ઠાકોર,ગોલાણા જિલ્લા પંચાયત ગૌરીબેન રમેશભાઈ રાઠોડ પર કળશ ઢોળ્યો છે. જ્યારે દહેડા તાલુકા પંચાયત હિતેશભાઈ ભરવાડ, નગરા-1 તાલુકા પંચાયત કેતનભાઈ સોલંકી, સાયમા તાલુકા પંચાયત પરબતભાઈ સોલંકીની પસંદગી કરાઈ છે.