મોરવા હડફ: મોરવા હડફના મેખર ગામે જન કલ્યાણ શિબીર યોજાઈ, ધારાસભ્ય નિમિષાબેન સુથારે કરાવ્યો શુભારંભ
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં 'પ્રગતિ પથ યાત્રા' યોજાઈ રહી છે. આ યાત્રાના ભાગરૂપે મોરવા હડફ તાલુકાના મેખર ગામે તા.16 જૂન મંગળવારના રોજ વહિવટી તંત્ર દ્વારા એક ભવ્ય “જન કલ્યાણ શિબીર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબીરનો શુભારંભ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.