મોરવા હડફ: મોરવા હડફના સંતરોડ નજીક હાઇવે પર અકસ્માત,ટ્રેલરે બાઈકને ટક્કર મારતા બે નું કમકમાટીભર્યું મોત નીપજ્યુ
ગોધરાથી દાહોદ તરફ જતા હાઇવે રોડ પર સંતરોડ સાલિયા ગામ નજીક એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે.પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક ટ્રેલરે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર પિતા અને તેમની માસી બંનેના ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યા છે. આ અંગે મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.