ખંભાત: ઓનલાઇન દવાના વેચાણ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામે કેમિસ્ટોની હડતાલ, મેડિકલ સ્ટોરો બંધ રાખી વિરોધ નોંધાવ્યો.
Khambhat, Anand | May 21, 2026 ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન (AIOCD) ના આદેશ અનુસાર સમગ્ર દેશમાં કેમિસ્ટો દ્વારા એક દિવસીય પ્રતીક હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ખંભાતમાં પણ કેમિસ્ટોએ પોતાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો.ખંભાતમાં 'ખંભાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન' દ્વારા દુકાનો પર પોસ્ટરો લગાવીને આ બંધને સફળ બનાવવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક સ્તરે દવાની દુકાનોના શટર બંધ જોવા મળ્યા હતા.