અંજાર: શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ સખી ગ્રુપ અંજાર દ્વારા પંચમ આનંદ મેળા-2026નું ભવ્ય આયોજન
Anjar, Kutch | May 14, 2026 શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ સખી ગ્રુપ અંજાર દ્વારા પંચમ આનંદ મેળા-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના વિશાળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ આનંદ મેળામાં ખાણીપીણી, ફાસ્ટ ફૂડ, હેન્ડીક્રાફ્ટ, ગેમ્સ તેમજ ગૃહઉપયોગી વસ્તુઓના કુલ 52 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. અંજારની જનતાએ મોડી રાત સુધી ઉત્સાહભેર આનંદ મેળાનો લાભ લીધો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન સખી ગ્રુપના પ્રમુખ શ્રીમતી વંદનાબેન જેઠવાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું.