ભચાઉ: આહિર સમાજના લગ્નોમાં ભાતીગળ સંસ્કૃતિ ઝળહળી, કણખોઈથી રાજેશભાઈએ વિગતો જણાવી
Bhachau, Kutch | May 15, 2026 આજે પ્રાંથળીયા આહીર સમાજના લગ્નોમાં પોતાની આગવી અદા અલગ છાંટ જોવા મળે છે. અંધારી તેરસના કચ્છના આહીર સમાજનાં આગવી ઢબે લગ્નને એક સાથે મહોત્સવ તરીકે લગ્નગીતોથી લઇને ઉજવવામાં આવે છે. વૈશાખ મહિનાની અંધારી તેરસના શુભ દિવસે કચ્છના પ્રાંથળીયા આહિર સમાજનો પરંપરાગત સમૂહ લગ્નોત્સવ પણ યોજાયો હતો. કચ્છના કણખોઈ ગામે 22, રામવાવમાં 44, ચોબારીમાં 100, કુડા જામપરમાં 11 જેટલા લગ્નો યોજાયા હતા.