હાલોલ તાલુકાના રામેશરા ગામ પાસે આવેલા બાધરપુરી ગામે પરિણીત યુવક જયેશભાઈ સરદારસિંહ સોલંકીએ તા.3 ડિસેમ્બર બુધવારના રોજ સાંજના સમયે ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર બનાવ સર્જાયો હતો.યુવકને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો,જ્યાંથી સ્થિતિ વધુ નાજુક હોવાને કારણે તેને વડોદરા રિફર કરવામાં આવ્યો હતો જોકે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું