જાંબુઘોડા: જાંબુઘોડાના જબાન ગામે કોઢિયામાં આગ લાગતાં 4 મૂંગા પશુઓ જીવતા ભુંજાયા,ખેડૂત પરિવાર પર આભ ફાટી પડ્યુ
જાંબુઘોડાના જબાન ગામના નિશાળ ફળિયામા આજે મંગળવારના રોજ બપોરના સમયે બાજુના ખેતરમાં અગમ્ય કારણોસર લાગેલી આગનો તણખો ઉડીને પશુઓના કોઢિયા પર પડતાં ભયાનક આગ ફાટી નીકળી હતી.આ દૂર્ઘટનામાં ગમાણમાં બાંધેલા બે ગાય,એક બળદ અને એક ભેંસ સહિત કુલ ચાર મૂંગા પશુઓનું કરુણ મોત નીપજ્યું હતું.જીવથી વહાલા પશુઓના મોતના પગલે ગરીબ ખેડૂત પરિવાર પર આભ ફાટી પડ્યું છે