ગાંધીધામ: આદિપુર પોલીસે "તેરા તુજકો અર્પણ અભિયાન" અંતર્ગત ગુમ કે ચોરી થયેલા 15 શોધી મુળ માલિકોને પરત સોંપ્યા
ગુજરાત પોલીસના "તેરા તુજકો અર્પણ" સૂત્રને સાર્થક કરતી પ્રજાલક્ષી કામગીરી આદિપુર પોલીસ દ્વારા કરવામાં આવી છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચના હેઠળ આદિપુર પીઆઈ એમ.સી. વાળા અને સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. પોલીસે સી.ડી.આર. એનાલીસીસ અને CEIR પોર્ટલની મદદથી વિવિધ વિસ્તારોમાંથી ગુમ કે ચોરી થયેલા કુલ 15 મોબાઈલ 3,03,881ની કિંમતના આ તમામ મોબાઈલ ફોન આદિપુર પોલીસ સ્ટેશન ખાતે મૂળ માલિકોને પરત સોંપ્યા હતા.