જાંબુઘોડા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે ઝંડ હનુમાનજી મંદિરે સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમા મહાઆરતી યોજાઈ
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.આ ગૌરવપૂર્ણ અવસરે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્રસેવાના અવિરત કાર્ય માટે જાંબુઘોડા અભયારણ્ય ખાતે આવેલા પવિત્ર ઝંડ હનુમાનજી મંદિરમાં તા.10 જૂન બુધવારના રોજ એક વિશેષ મહાઆરતીનું આયોજન છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતુ