ખંભાત: શહેરમાં મહોરમ પર્વને લઈ પી.આઈની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું.
Khambhat, Anand | Jun 23, 2026 ખંભાત પોલીસ દ્વારા અગામી મહોરમ પર્વને લઈ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી હતી.ખંભાત શહેરમાં પી.આઇ પી.જે. બાટવાની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાઈ હતી.ખંભાત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના જાળવવા અપીલ કરાઈ હતી. ફૂટ પેટ્રોલિંગ શહેરના દરબારગઢ, ત્રણ દરવાજા, ચિતારી બજાર, પીઠ બજાર, લાલ દરવાજા સહીતના રૂટો પર યોજાઈ હતી.જે દરમિયાન PSI આર. બી.વાઘેલા,આઈ આર દેસાઈ, સહીત પોલીસ સ્ટાફના જવાનો જોડાયા હતા.