માળીયા: માળીયા તાલુકાના સરવડ ગામ ખાતે ત્રિદિવસીય રામચંદ્રજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..
Maliya, Morbi | Apr 8, 2025 માળિયા (મિયાણા) તાલુકાના સરવડ ગામ ખાતે ત્રિદિવસીય રામચંદ્રજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આચાર્ય શાસ્ત્રી કપિલભાઈ મહેતા (શોલા ભાગવત વિદ્યાપીઠ તથા જામનગર પાઠશાળા)ના ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.