માળીયા: મોટી બરાર ગામેથી રૂ.45,768ની કિંમતનો 72 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર
Maliya, Morbi | Apr 4, 2025 માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ પાછળ સ્થાનિક પોલીસે દરોડો પાડી આરોપી હરદેવ ગોવિંદભાઇ ડાંગરે છુપાવેલ વિદેશી દારૂની 72 બોટલ કિંમત રૂપિયા 45,768 કબજે કરી હતી. દરોડા દરમિયાન આરોપી નાસી જતા માળીયા મિયાણા પોલીસે હરદેવને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.