ખંભાત: મીતલી ગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન કલ્યાણ શિબિર યોજાઈ, સરકારી સેવાઓનો લાભ અપાયો.
Khambhat, Anand | Jun 14, 2026 મીતલી ગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન કલ્યાણ શિબિર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ હાજર રહ્યા હતા.ધારાસભ્ય દ્વારા આવનારા વર્ષોમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે એક સાથે આપણે બધા આ સંકલ્પમાં જોડાઈએ તેનું આહવાન કરવામાં આવ્યું હતું.નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ જેમ કે જાતિના દાખલા, આયુષ્યમાન કાર્ડ,આધાર કાર્ડ અપડેટેશન વગેરે સેવાઓ ગામના આંગણે આપવામાં આવી હતી.