ગાંધીધામ: હાઈવે પર અકસ્માત:અકસ્માતગ્રસ્ત ટ્રકના ડ્રાઈવરનું સફળ રેસ્ક્યૂ
આજ રોજ વહેલી સવારે અંદાજે 03:45 કલાકે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને 112 ઇમરજન્સી સેવા મારફતે જાણ કરવામાં આવી હતી કે ભચાઉથી ગાંધીધામ તરફ જતા ગાંધીધામ હાઈવે પર, ભચાઉથી આશરે 5 કિલોમીટર દૂર એક ટ્રક અકસ્માતગ્રસ્ત થયો છે અને તેનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો છે.ફાયર ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ડ્રાઈવરને જીવિત અને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી