પાલીતાણા: વડીયા ગામે કુવામાં ખાબકેલી નીલગાયનું સફળ રેસ્ક્યુ
આજે તરીખ 3 એપ્રિલના રોજ પાલિતાણા તાલુકાના વડીયા ગામે એક નીલગાય અચાનક કુવામાં ખાબકતા હડકંપ મચ્યો હતો. ઘટના અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ક્રેનની મદદથી નીલગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી. સફળ રેસ્ક્યુ બાદ પ્રાણી સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.