ખંભાત: મહી નદી પર ‘બદલપુર–કારેલી બેરેજ કમ બ્રિજ’ને સૈદ્ધાંતિક મંજૂરી બદલ મુખ્યમંત્રી સહીત રાજ્યના મંત્રીઓનો આભાર વ્યક્ત કરાયો.
મહી નદી પર નિર્માણ પામનાર ‘બદલપુર–કારેલી બેરેજ કમ બ્રિજ’ જેવી લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાને રાજ્ય સરકારે તાજેતરમાં અંદાજિત રૂ. 1700 કરોડની માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપતા ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તથા જળસંપત્તિ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) મંત્રી ઈશ્વરભાઈ પટેલ ને રૂબરૂ મળી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.