અંજાર: પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે લક્ષ્મીનારાયણ મંદિર, ગંગા નાકા બહાર સમૂહ સત્યનારાયણ કથા અને ગંગા સ્નાનનું આયોજન
Anjar, Kutch | Jun 15, 2026 અંજાર શહેર ભાજપના ઉપક્રમે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે અંજાર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા ગુજરાત રાજ્ય ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી અને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ સોમવાર તા. 15/06/2026ના રોજ લક્ષ્મીનારાયણ મંદિર, ગંગા નાકા બહાર સમૂહ સત્યનારાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.