અંજાર: પોલીસે “NO DRUGS IN EAST-KUTCH CAMPAIGN” હેઠળ ગાંજા સાથે એક શખ્સને ઝડપ્યો : 2.50 લાખનો મુદ્દામાલ કબજે
Anjar, Kutch | May 23, 2026 અંજાર પોલીસે મોટી કાર્યવાહી કરીને અઢી લાખ રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.અંજાર ટાઉન વિસ્તારમાં બે ભાઈઓ પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને 21 વર્ષીય મહોમદ ઉર્ફે પોપટ અબ્દુલ કકલને 5 કિલો ગાંજા સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. આ જથ્થો તેનો ભાઈ રિયાઝ અબ્દુલ કકલ લાવ્યો હોવાનું ખૂલતાં પોલીસે બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરી 2.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે