ગુજરાતમાં કહેવા પૂરતી દારૂબંધી છે, પરંતુ વલસાડ જિલ્લો જાણે બુટલેગરો માટે સ્વર્ગ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વલસાડના રૂરલ વિસ્તારોમાંથી લાખો રૂપિયાનો દારૂ ઘૂસાડવામાં આવી રહ્યો છે અને સ્થાનિક પોલીસ ઘસઘસાટ ઊંઘતી રહી છે. પરંતુ, વલસાડ LCB અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. વલસાડ LCB ની ટીમે બાતમીના આધારે સરોધી હાઈવે પર એક સપાટો બોલાવ્યો હતો. અહીંથી પસાર થતી એક ખાનગી લક્ઝરી બસમાંથી ૫ લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને જોઈને બસ ચાલકના હોશ ઉડી ગયા હતા અને તે બસને રસ્તા વચ્ચે જ મૂકીને ઘટનાસ્થળેથી ફિલ્મી ઢબે ફરાર થઈ ગયો હતો. હાલ વલસાડ LCB એ અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પરંતુ... આ પહેલી ઘટના નથી!
આ જ રૂરલ વિસ્તારમાં માત્ર ત્રણ દિવસ અ�
Valsad, Valsad | Jun 25, 2026