જીવદયા ગ્રુપ પારડી ને પારડી ના પલસાણા ગામમાં રહેતા સચિનભાઈ પટેલ નું ફોન આવ્યું હતું કે તેમના ના વાડી માં એક સાપ નેટ માં ફસાઈ ગયું છે , ત્યારબાદ જીવદયા ગ્રુપ ના સભ્યો યાસીન મુલતાની , રીશી ઠાકુર અને ફૈઝાન રાઈન ઘટના સ્થળે પોહચી ગયા હતા , સાપ ઓળખ પછી ખબર પડી કે ત્યાં એક ૪ ફૂટ લાંબો ન્યુરોટોક્સિન ઝેર ધરાવતો ઇન્ડિયન કોબ્રા ( નાગ) નેટ માં ફસાઈ ગયલો છે . ત્યારબાદ સાવધાની અને સાવચેતી રાખતા સભ્યો એ આ કોબ્રા સાપ ને રેસ્ક્યુ કરી લીધું હતું , તે પછી આ સાપ ને જંગલ વિસ્તાર માં મુક્ત કરવા માં આવ્યું હતું . હાલ માં વરસાદ ની ઋતુ શરૂ થઈ છે જેથી સરી-સર્પ ના દરો માં પાણી ભરાઈ જાય છે અને બધા સરી-સર્પ સારી જગ્યા અને ખોરાક ની શોધ માં બાર નીકળી લોકો ના ઘર માં અથવા ઘરની આજુ બાજુ આવી જાય છે , તો તમને કોઈ પણ સાપ દેખાય તો એને મારવો નહીં જીવદયા ગ્રુપ પારડી નો કોન્ટેક્ટ કરવું , મોબાઈલ નંબર છે 9998553882
Valsad, Valsad | Jun 25, 2026