ગાંધીધામ: શ્રી કૃષ્ણનગર યુથ ક્લબ દ્વારા ફાઈવ એ અને ફાઈવ બી વિસ્તારમાં ગાર્ડન ડેવલપમેન્ટ સહિતની સુવિધાઓની માંગ
શ્રી કૃષ્ણનગર યુથ ક્લબના આગેવાનો અને સ્થાનિક રહીશોએ વિસ્તારના ખાલી પડેલા ગાર્ડન પ્લોટોનું તાત્કાલિક ડેવલપમેન્ટ કરવા રજૂઆત કરી હતી. વિસ્તારમાં સિનિયર સિટિઝન, નાના બાળકો અને મહિલાઓ માટે ખુલ્લી, સ્વચ્છ અને હરિયાળી જગ્યા ઉપલબ્ધ થાય તે માટે બંને ગાર્ડન વિકસાવવાની માંગ કરવામાં આવી હતી.રજૂ થયેલા પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે યોગ્ય નિવારણ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.