રાજકોટ પૂર્વ: જાહેર રજાઓમા શાળા ચાલુ રાખતા સંચાલકો સામે કાર્યવાહી ન કરતા DEO રાજીનામુ આપે તેવી માગ કરી, પોલિસે 9 કાર્યકરોની અટકાયત કરી
જાહેર રજાઓમાં શાળા ચાલુ રાખતા સંચાલકો સામે કાર્યવાહી ન કરાતા કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત અને તેની ટીમ આજે મંગળવારે બપોરે 12 વાગ્યે ઓફિસે પહોંચ્યા હતા અને ડી.ઈ.ઓ. રાજીનામું આપે તેવી માગણી કરી હતી. આ સમયે રોહિતસિંહ રાજપૂત સહિત પોલીસે 9 કાર્યકરોની અટકાયત કરી હતી.