દાહોદ ગ્રામસેવક મંડળ દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર
દાહોદ ગ્રામસેવક મંડળ દ્વારા લાંબા સમયથી પડતર રહેલા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર સુરભી ગૌતમ અને જિલ્લા ખેતીવાડી અધિકારીને રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગ્રામસેવક મંડળ દ્વારા અન્ય કેડરના કામનું વધારાનું દબાણ દૂર કરવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી. ગ્રામસેવકો પર સોંપવામાં આવતા વધારાના કામના કારણે તેમની કામગીરી પર પડતી અસર અંગે પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત લાંબા સમયથી પડતર રહેલી અન્ય મુખ્ય માંગણીઓનો પણ વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામસેવક મંડળે કર્મચારીઓના પ્રશ્નો અંગે હકારાત્મક નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરવા તંત્ર સમક્ષ માંગ કરી છે.
Dohad, Dahod | Sep 11, 2026