ગાંધીધામ: નવનિયુક્ત મેયર દિવ્યાબેન નાથાણી એક્શન મોડમાં, ગાંધીધામ મેઈન બજારમાં સરપ્રાઈઝ વિઝીટ
ગાંધીધામ શહેરના નવનિયુક્ત મેયર દિવ્યાબેન નાથાણી શહેરની સમસ્યાઓને લઈને એક્શન મોડમાં જોવા મળ્યા. મેયર દિવ્યાબેન નાથાણી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેજસભાઈ શેઠે ગાંધીધામના મેઈન બજારમાં સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી.વિઝીટ દરમિયાન વેપારીઓને સ્થળ પર બોલાવી તેમની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી. ખાસ કરીને વરસાદી નાળાની કામગીરી અંગે વેપારીઓએ રજૂઆત કરતા મેયરે સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી.