જાંબુઘોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ડુમા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના પાણીમાંથી એક આશરે 35 વર્ષીય અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.આ ઘટના અંગે જાંબુઘોડા પોલીસે અકસ્માત મોત નોધી મૃતકની ઓળખ મેળવવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.