ગાંધીધામ: પાર્સલ બોક્ષની આડમાં આવેલ વિદેશી દારૂ પકડી પાડતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ
પોલીસે બાતમીના આધારે કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટમાં દરોડો પાડી 12 બોટલ વિદેશી દારૂ અને મોબાઈલ મળી કુલ 30,595 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી પપ્પુરામ ઘેવરરામ મેઘવાળ અને કાનજી ઉર્ફે કાનો ડાયાભાઈ સુંઢાની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મોકલનાર આરોપી મનોહરસીંગ પ્રેમસીંગ ભાટી (રેહ. જોધપુર)ને પકડવાનો બાકી દર્શાવ્યો છે. પકડાયેલા આરોપીની પૂછપરછના આધારે પોલીસે વધુ ૩ પાર્સલ બોક્ષ કબ્જે કર્યા હતા પોલીસે આરોપીઓ સામે બીજો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.