ભાવનગર શહેર: દાણાપીઠ વિસ્તારમાંથી ગ્રાહકે ખરીદેલા તેલ બાબતે ફરિયાદ આવતા BMC ફૂડ સેફટી અધિકારી દ્વારા નમુના લઇ લેબોરેટરી ખાતે મોકલાયા
Bhavnagar City, Bhavnagar | Sep 10, 2026
ભાવનગર શહેરના દાણાપીઠ વિસ્તારમાંથી એક ગ્રાહકે ખરીદેલા તેલ મામલે ફરિયાદ ઉઠી હતી. જેને લઇને મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના ફૂડ સેફટી અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દુકાન ખાતે પહોંચી નમુના લઇ અને લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે સમગ્ર ઘટના અંગે અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી.