અંજાર: વરસામેડી વિસ્તારમાં ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા સાથે ધમાલ કરી રહેલા રીઢા આરોપીને અંજાર પોલીસે ઝડપી પાડ્યો
Anjar, Kutch | Jul 6, 2026 વરસામેડી સોસાયટી વિસ્તારમાં એક શખ્સ હાથમાં તમંચો લઈને ગાળો આપી લોકોને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. માહિતી મળતા જ પીઆઇ એચ.એ. જાડેજાના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.પોલીસે સોસાયટીનો રહેણાંક વિસ્તાર ખાલી કરાવી સલામતીના પગલાં લીધા બાદ આરોપી મનોજ જગન્નાથ જાટવને કોર્ડન કરીને સલામત રીતે કાબૂમાં લીધો. આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને 5 જીવતા કાર્ટીસ જપ્ત કરવામાં આવ્યા છે.