🚨રિલીફ રોડ પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા, રૂપિયાની લેતી-દેતીમાં યુવકને મોતને ઘાટ ઉતારાયો, આરોપીની અટકાયત 🚨
અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા રિલીફ રોડ પર પથ્થરકૂવા નજીક એક ચોંકાવનારો ગુનો પ્રકાશમાં આવ્યો છે. હાટકેશ્વર વિસ્તારના જયશંકર રાજપૂત નામના યુવકની આર્થિક લેતી-દેતીના વિવાદમાં જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે.
વટવાના શાકીબ સલીમ શેખ સાથે મૃતકને નાણાકીય બાબતે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી. રવિવારે હિસાબની વાત કરવા ભેગા થયેલા બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા શાકીબે ખિસ્સામાંથી છરી કાઢી જયશંકર પર ઉપરાછાપરી વાર કર્યા હતા, જેના કારણે રસ્તા પર લોહીના રેલા ઉતર્યા હતા.
ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એસીપી હિરેન્દ્ર ચૌધરી અને કારંજ પોલીસની ટીમે તાત્કાલિક એક્શન લઈને નાસી છૂટેલા આરોપી શાકીબ શેખને દબોચી લીધો છે. હાલ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરાઈ છે.
#AhmedabadCrime #ReliefRoad #CrimeNewsGujarat #AhmedabadPolice #KaranjPolice