જેસર: જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી. ત્યારે આજે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોને રાહત મળી છે. વરસાદથી ખેતરોમાં ઉભેલા મગફળી, કપાસ સહિતના પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ખેડૂતોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ સારો વરસાદ થાય તો ખેતીના પાકને