જાંબુઘોડા: જાંબુઘોડાના કાળિયાવાવ ગામે ગોઝારો અકસ્માત, પૂરપાટ ડમ્પરે બાઈક સવાર યુવકને કચડ્યો, ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું
જાંબુઘોડાના કાળિયાવાવ ગામે તા.21 મે ગુરુવારના રોજ રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બોડેલી તરફથી પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે સામેથી આવી રહેલા બાઈક સવાર યુવાનને અડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ જાંબુઘોડા પોલીસે ફરાર ડમ્પર ચાલકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.