અંજાર: ભીમાસરથી ટપ્પર જતા રોડ પર જુના ઝઘડાના મનદુઃખે ટોળાએ ત્રણ લોકો પર કર્યો હુમલો
Anjar, Kutch | Apr 23, 2026 ફરિયાદી જુની મોટી ચીરઈમાં રહેતા મહેશભાઈ પ્રેમજીભાઈ કોલીના જણાવ્યા પ્રમાણે આરોપીના સંબંધી અને સાહેદ વચ્ચે અગાઉ ઝઘડાનું મન દુઃખ રાખી આરોપીઓએ ગેરકાયદે મંડળી બનાવી હુમલો કર્યો હતો. ફરિયાદી અને સાહેદ બાઈક લઈને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આરોપીઓએ રસ્તો બ્લોક કરી ગાડીમાંથી ઉતરી ધોકા અને લાકડી વડે માર મારી ફરિયાદી,તેમના બનેવી સામજીભાઈ,કૌટુંબીકભાઈ સુરેશને ઈજાઓ પહોંચાડી હતી. જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે