ખંભાત: ખંભાતના ગોકુળપુરામાં ખેતરની વાડમાં આગ લાગી
Khambhat, Anand | Jun 28, 2026 ખંભાત તાલુકાના ગોકુળપુરા ગામમાં ખેતરની વાડમાં અચાનક આગ લાગી હતી. જે અંગેની ખંભાત ફાયર વિભાગને જાણ કરતા ખંભાત ફાયર વિભાગ એલર્ટ થઈ ગયું હતું. ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક વોટર બાઉઝર (ફાયર ફાઈટર વાહન) લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. જવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ગણતરીના સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.