અંજાર: પોલીસની કાર્યવાહી: ટાઉન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે, ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન
Anjar, Kutch | Jun 10, 2026 પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની પ્રોહિબિશન પ્રવૃત્તિઓ ડામવાની સૂચના અન્વયે > અંજાર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અંજાર ટાઉનના વિજયનગર વિસ્તારમાં સરકારી હોસ્પિટલ પાછળ આવેલા એક મકાનમાં પોલીસે રેઈડ પાડી હતી. બાતમી મુજબ આરોપી સાગર મહેશ્વરી અને કિશન મહેશ્વરીએ પોતાના મકાનમાં વેચાણ અર્થે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂા. 84,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.