ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,CM ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી મહાત્મા મંદિર ખાતેથી PM કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર ખાતેથી રાષ્ટ્રવ્યાપી અભિયાન “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”નો શુભારંભ કરાવ્યો હતો તેમજ દેશના નાગરિકોને પ્રેરક સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ પ્રસારણ નિહાળ્યું હતું.