ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75 જન્મદિવસ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈચૌધરી દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ
ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસ નિમિત્તે "સ્વચ્છતા અભિયાન"ની શરૂઆત કરવામાં આવી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પથિકઆશ્રમ એસટી બસ સ્ટેન્ડ ખાતે ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. મહાનગરપાલિકાના અધિકારીઓ, હોદ્દેદારો, ધારાસભ્ય રીટાબેન અને મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ તથા બહેનો હાજર રહ્યા હતા. સૌએ સ્વચ્છતાનો શપથ લીધો હતો. શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, "આઝાદી વખતે ગાંધીબાપુએ સ્વચ્છતાનો મંત્ર આપ્યો હતો.