ગાંધીનગર: ચિલોડાની શુભલાભસોસાયટીના 4 મકાનોને નિશાન બનાવી 1.83 લાખની મત્તાની ચોરી, સમગ્ર ધટના CCTVમા કેદ
ગાંધીનગર નજીક મોટા ચિલોડા ખાતે આવેલી શુભલાભઆવાસ યોજનામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત તા. 15 અને 16 સપ્ટેમ્બર દરમિયાન તસ્કરોએ એક જ સોસાયટીના ચાર મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોટરસાયકલ સહિત કુલ રૂ. 1,83,500ની મત્તા ચોરી લેતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે.