ગાંધીનગર: અડાલજ ખાતે આવેલ હીરામણી ખાતે વડાપ્રધાનના જન્મ દિવસને લઈને આરોગ્ય લક્ષી કામગીરી કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસ નિમિત્તે ગુજરાત અને દેશમાં અલગ અલગ સામાજિક અને આરોગ્ય લક્ષી કામગીરી થઈ રહી છે. ત્યારે ગાંધીનગર અડાલજ ખાતે આવેલ હીરામણી આરોગ્યધામ ખાતે પણ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ આખના ચશ્મા આંખની તપાસ ઓથોપેડિક બીમારી સહિત અનેક બીમારીઓ બાબતે નિશુલ્ક આરોગ્ય ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારથી જ અનેક લાભાર્થીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો.