ગાંધીનગર: ગાંધીનગર નજીક આવેલા વાયુ શક્તિનગર એરફોર્સ સ્ટેશનના ક્વાર્ટર્સમાંથી રૂ.5.40 લાખની ચોરીનો પ્રદાફાસ કરાયો
ગાંધીનગર નજીક આવેલા વાયુ શક્તિનગર એરફોર્સ સ્ટેશનના ક્વાર્ટર્સમાંથી ફાયર સિસ્ટમની પિત્તળની પાઇપો અને કપલિંગની ચોરી કરવાનો પર્દાફાશ થયો છે. આ ચોરીને અંજામ આપનાર બીજું કોઈ નહી પણ અહીં કામ કરતા ત્રણ રોજમદાર સફાઈ કામદાર હોવાનું સામે આવ્યું છે. ત્રણેય ત્રિપુટીએ અત્યાર સુધીમાં કુલ.5.40 લાખની કિંમતનો સામાન ચોરી લીધો હોવાનું તપાસમાં બહાર આવતા ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.