અંજાર: દુધઈ પોલીસ દ્વારા ગુમ થયેલ ઈસમને શોધી પરિવારને સોંપાયો
Anjar, Kutch | May 18, 2026 દુધઈ પોલીસ સ્ટેશનમાં અરજદાર ગોવિંદભાઈ રાણાભાઈ જાદવ, દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમનો દીકરો હસમુખ ગોવિંદભાઈ જાદવ તા. 10/5 ના રોજ પરિવાર સાથે રાપર ખાતે લગ્ન પ્રસંગમાં ગયેલ હતો. ત્યારબાદ સાંજે ઘરે પરત ફરતી વખતે હસમુખ ઘરે પહોંચ્યો નહોતો અને તેનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો.આ બનાવ અંગે પીઆઇ એન.બી. ડોડિયા તથા સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સુરત ગુમ થયેલ હસમુખને શહેર ખાતેથી શોધી કાઢી સલામત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.