અંજાર: તંત્રની દબાણ વિરોધી ઝુંબેશ : અનેક ગામોમાં ખેતી, રહેણાક, વાણિજ્ય અને ધાર્મિક દબાણો સામે કાર્યવાહી
Anjar, Kutch | Jun 28, 2026 વહીવટી તંત્ર દ્વારા અંજાર તાલુકાના વિવિધ ગામો અને શહેર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં ખેડોઈ, કુંભારીયા અને નાગલપર મોટી ગામોમાં ખેતી વિષયક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે આડા રિલોકેશન સાઇટ ખાતે ખોડિયાર માતાજીનું મંદિર સહિતનું ધાર્મિક દબાણ,રહેણાક તથા વાણિજ્ય પ્રકારના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.ઉપરાંત અંજાર શહેરમાં રહેણાક તથા ધાર્મિક દબાણો અને તુણા ખાતે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા.